તમારા iPhoneમાંથી તમારું ઇંટરનેટ કનેક્શન શેર કરો
તમે ઇંસ્ટંટ હૉટસ્પૉટ નામના ફીચરનો ઉપયોગ કરીને તમારા iPhoneમાંથી ઇંટરનેટ કનેક્શનને અન્ય ડિવાઇસ સાથે શેર કરી શકો છો. ઇંસ્ટંટ હૉટસ્પૉટ તમારા iPhoneના પર્સનલ હૉટસ્પૉટનો ઉપયોગ કરે છે અને જ્યારે તમારા અન્ય ડિવાઇસ પાસે Wi-Fi નેટવર્કથી ઇંટરનેટ ઍક્સેસ ન હોય ત્યારે ઉપયોગી થાય છે.
અન્ય ડિવાઇસને તમારા પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરવાની ઘણી રીતો છે :
Wi-Fi સેટિંગ્સ દ્વારા તમારા અન્ય ડિવાઇસને તમારા iPhoneથી કનેક્ટ કરો.
તમારાં બંને ડિવાઇસને Bluetooth® દ્વારા પેર કરો.
તમારા અન્ય ડિવાઇસને તમારા iPhone સાથે કેબલથી કનેક્ટ કરો.
તમે તમારા iPhoneમાંથી બીજા iPhone, iPad, Mac, Windows ડિવાઇસ વગેરે સાથે પર્સનલ હૉટસ્પૉટ શેર કરી શકો છો.
નોટ : પર્સનલ હૉટસ્પૉટ તમામ નેટવર્ક પ્રોવાઇડર સાથે ઉપલબ્ધ નથી. વધારાની ફી લાગુ થઈ શકે છે. તમારા પર્સનલ હૉટસ્પૉટમાં એક જ સમયે જોડાઈ શકે તેવાં ડિવાઇસની સંખ્યા તમારા નેટવર્ક પ્રોવાઇડર અને iPhoneના મૉડલ પર આધાર રાખે છે. વધુ માહિતી માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.
શરૂ કરતા પહેલાં
નીચેની બાબતની ખાતરી કરો :
ડિવાઇસ એકબીજાથી 30 ફુટ (10 મીટર)ના અંતરની અંદર છે.
બંને ડિવાઇસ ઇંસ્ટંટ હૉટસ્પૉટ માટે ન્યૂનતમ સિસ્ટમ જરૂરિયાતો પૂર્ણ કરે છે.
જો તમે VPNનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો ખાતરી કરો કે તેનું કંફિગરેશન લોકલ નેટવર્કિંગને અટકાવતું નથી કારણ કે તે અમુક કંટિન્યૂટિ ફીચરમાં દખલ કરી શકે છે.
જો તમે તમારાં Apple ડિવાઇસ સાથે પર્સનલ હૉટસ્પૉટ શેર કરી રહ્યાં છો અને બંને ડિવાઇસમાં એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન છો તો ઝડપથી કનેક્ટ થાય છે.
નોટ : તમે તમારા iPhoneનું મોબાઇલ ઇંટરનેટ કનેક્શન શેર કરીને જ પર્સનલ હૉટસ્પૉટનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા iPhoneને Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ કરી શકતા નથી અને પછી તે નેટવર્કને બીજાં ડિવાઇસ સાથે શેર કરી શકતા નથી.
તમારા iPhone પર પર્સનલ હૉટસ્પૉટ સેટ અપ કરવા માટે
તમારા iPhone પર સેટિંગ્સ ઍપ
પર જાઓ.મોબાઇલ સર્વિસ પર ટૅપ કરીને પછી પર્સનલ હૉટસ્પૉટ સેટ અપ કરો પર ટૅપ કરો.
ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.
ટિપ : તમારા પર્સનલ હૉટસ્પૉટનું નામ તમારા ડિવાઇસનું નામ છે તેથી જો તમે તમારા પર્સનલ હૉટસ્પૉટનું નામ બદલવા માંગતા હોવ તો તમારે ડિવાઇસનું નામ બદલવું પડશે. તમારા ડિવાઇસનું નામ બદલવા માટે સેટિંગ્સ
> સામાન્ય > વિષે પર જાઓ પછી નામ પર ટૅપ કરો.
જ્યારે તમે તમારું પર્સનલ હૉટસ્પૉટ સેટ અપ કરો, ત્યારે તમે તેનાથી કનેક્ટ કરવા માટે પાસવર્ડ સેટ અપ કરો છો. પાસવર્ડ પછીથી બદલવા માટે, સેટિંગ્સ
> મોબાઇલ સર્વિસ > પર્સનલ હૉટસ્પૉટ પર જાઓ, પછી Wi-Fi પાસવર્ડ પર ટૅપ કરો અને નવો પાસવર્ડ એંટર કરો.
જો તમે તમારા iPhoneને બે SIMનો ઉપયોગ કરવા માટે સેટ અપ કર્યો હોય તો તમે મોબાઇલ ડેટા માટે સિલેક્ટ કરેલી લાઇન પર્સનલ હૉટસ્પૉટનો ઉપયોગ કરે છે. જુઓ : ડ્યૂઅલ SIM સેટ અપ કરો.
નોટ : જો સેટિંગ્સ > મોબાઇલ સર્વિસમાં મોબાઇલ ડેટા ચાલુ છે પરંતુ તમને પર્સનલ હૉટસ્પૉટ સેટ અપ કરવાનો વિકલ્પ દેખાતો નથી તો તમારા પ્લાનમાં પર્સનલ હૉટસ્પૉટ ઉમેરવા માટે તમારા નેટવર્ક પ્રોવાઇડરનો સંપર્ક કરો.
તમારા iPhone પર પર્સનલ હૉટસ્પૉટ ચાલુ અને બંધ કરવા માટે
તમારા iPhone પર સેટિંગ્સ ઍપ
પર જાઓ.પર્સનલ હૉટસ્પૉટ પર ટૅપ કરો.
ઑનસ્ક્રીન સૂચનાઓનું પાલન કરો.
તમે તમારા પર્સનલ હૉટસ્પૉટનો ઉપયોગ કોણ કરી શકે છે તેની પસંદગી કરી શકો છો, પાસવર્ડ સેટ કરી શકો છો અને જો તમે ફેમિલી શેરિંગ ગ્રૂપમાં હોવ તો તમે ચોક્કસ પરિવારના સભ્યો સાથે તમારા પર્સનલ હૉટસ્પૉટને ઑટોમૅટિક રીતે શેર કરવા માંગો છો કે નહિ તે નક્કી કરી શકો છો.
Wi-Fi દ્વારા પર્સનલ હૉટસ્પૉટને કનેક્ટ કરો
તમે Wi-Fi સેટિંગ્સનો ઉપયોગ કરીને તમારા iPhone પર બીજા ડિવાઇસને પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરી શકો છો. તમે Wi-Fi નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકતા બીજા iPhone, iPad, Mac, Windows ડિવાઇસ વગેરે ડિવાઇસને કનેક્ટ કરી શકો છો.
તમે જે ડિવાઇસને તમારા iPhoneના પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરવા માંગો છો તેમાં નીચેનામાંથી કોઈ પણ એક કરો :
Touch ID સાથેના iPhone પર : કંટ્રોલ સેંટર ખોલવા માટે સ્ક્રીનની ઉપરની જમણી ધારથી નીચે સ્વાઇપ કરો. Wi-Fi ચાલુ કરવા માટે
પર ટૅપ કરો પછી તમારો iPhone પસંદ કરો.Face ID સાથેના iPhone પર : કંટ્રોલ સેંટર ખોલવા માટે નીચેથી ઉપર સ્વાઇપ કરો. Wi-Fi ચાલુ કરવા માટે
પર ટૅપ કરો પછી તમારો iPhone પસંદ કરો.iPad પર : કંટ્રોલ સેંટર ખોલવા માટે સ્ક્રીનની ઉપરની જમણી ધારથી નીચે સ્વાઇપ કરો. Wi-Fi ચાલુ કરવા માટે
પર ટૅપ કરો પછી તમારો iPhone પસંદ કરો.Mac પર : મેન્યૂ બારમાં
પર ક્લિક કરો પછી તમારો iPhone પસંદ કરો.Windows ડિવાઇસ અથવા અન્ય ડિવાઇસ પર : પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરવા માટે ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરો.
કનેક્ટ કરવા માટે તમારા પર્સનલ હૉટસ્પૉટ માટે તમે સેટ કરેલો પાસવર્ડ એંટર કરો. જો તમે બીજા Apple ડિવાઇસ સાથે કનેક્ટ કરી રહ્યાં હોવ અને તમે બંને ડિવાઇસ પર એક જ Apple અકાઉંટમાં સાઇન ઇન હોવ તો તમારે પાસવર્ડ એંટર કરવાની જરૂર પડતી નથી.
નોટ : Mac તમારા પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ થયેલું હોય ત્યારે કનેક્ટ કરેલા Macના સ્ટેટસ બારમાં પર્સનલ હૉટસ્પૉટ આઇકન
દેખાય છે.
જ્યારે તમે હૉટસ્પૉટનો ઉપયોગ કરતા ન હોવ ત્યારે બૅટરી લાઇફ બચાવવા માટે તમારાં ડિવાઇસ ઑટોમૅટિક રીતે ડિસ્કનેક્ટ થઈ જાય છે.
Bluetooth દ્વારા પર્સનલ હૉટસ્પૉટને કનેક્ટ કરો
તમે Wi-Fiને બદલે Bluetoothનો ઉપયોગ કરીને Mac અથવા Windows ડિવાઇસને તમારા iPhoneના પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરી શકો છો. બંને ડિવાઇસમાં Bluetooth ચાલુ હોવું જોઈએ.
તમારા Mac પર, સિસ્ટમ સેટિંગ્સ ઍપ પર જાઓ.
નોટ : જો તમારા Macમાં macOS 12.5 અથવા તે પહેલાંનું વર્ઝન હોય તો Apple મેન્યૂ
> સિસ્ટમ પસંદગીઓ પસંદ કરો.
સાઇડબારમાં Bluetooth
પર ક્લિક કરો. (તમારે નીચે સ્ક્રોલ કરવાની જરૂર પડી શકે છે.)તમારા iPhone પર સેટિંગ્સ ઍપ પર જાઓ અને પછી Bluetooth પર ટૅપ કરો.
તમારું ડિવાઇસ શોધવા યોગ્ય છે કે કેમ તેની ખાતરી કરવા માટે Bluetooth સેટિંગ્સ ખુલ્લા રાખો.
તમારા Mac પર જ્યારે તમારો iPhone દેખાય ત્યારે તેને સિલેક્ટ કરો. (થોડો સમય લાગી શકે છે.)
Bluetoothથી કનેક્ટ કરતા જ તમારું Mac તમારા iPhoneના મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કરી શકશે.
Bluetoothનો ઉપયોગ કરીને તમારા Windows ડિવાઇસને તમારા iPhone સાથે કનેક્ટ કરવા માટે Bluetooth નેટવર્ક કનેક્શન સેટ અપ કરવા માટે ઉત્પાદકની સૂચનાઓનું પાલન કરો.
USB કેબલ દ્વારા પર્સનલ હૉટસ્પૉટને કનેક્ટ કરો
તમે તમારા iPhone સાથે આવેલા USB કેબલ (અથવા તમારા iPhone અને અન્ય ડિવાઇસ પરના પૉર્ટ સાથે મૅચ થતા બીજા કેબલ)નો ઉપયોગ કરીને તમારા iPhone પરના પર્સનલ હૉટસ્પૉટ સાથે Mac અથવા Windows ડિવાઇસને કનેક્ટ કરી શકો છો.
તમને જો તમારા iPhone પર “આ કંપ્યૂટર પર વિશ્વાસ કરો છો?” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “વિશ્વાસ કરો” પર ટૅપ કરો. આગળ વધવા માટે તમને તમારા ડિવાઇસનો પાસકોડ એંટર કરવાનું કહેવામાં આવી શકાય છે. તમને જો તમારા Mac પર “ઍક્સેસરિને કનેક્ટ થવાની અનુમતિ આપવી છે?” પૂછતી કોઈ અલર્ટ દેખાય તો “અનુમતિ આપો” પર ક્લિક કરો.
નોટ : જો તમે Windows ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો USB કેબલ વડે તમારા પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટ કરવા માટે તમારી પાસે Apple ડિવાઇસ અથવા iTunes ઇંસ્ટૉલ કરેલું હોવું જોઈએ. Apple ડિવાઇસ યૂઝર ગાઇડ અથવા iTunes યૂઝર ગાઇડ જુઓ.
કૅબલથી કનેક્ટ કરતા જ તમારું Mac અથવા Windows ડિવાઇસ તમારા iPhoneના મોબાઇલ કનેક્શનનો ઉપયોગ કરી શકશે.
જો તમારું પર્સનલ હૉટસ્પૉટ કામ કરતું ન હોય તો
તમારાં ડિવાઇસ એકબીજાથી 30 ફુટ (10 મીટર)ના અંતરની અંદર હોવા આવશ્યક છે.
વધારાનાં સમસ્યા નિરાકરણ પગલાં માટે જો પર્સનલ હૉટસ્પૉટ તમારા iPhone અથવા iPad (Wi-Fi + Cellular) પર કામ કરતું ન હોય તો શું કરવું તે અંગે Apple સપોર્ટ લેખ જુઓ.
સેટિંગ્સ > પર્સનલ હૉટસ્પૉટમાં સુસંગતતા મહત્તમ કરો પછી “સુસંગતતા મહત્તમ કરો” સક્ષમ કરો. સુસંગતતા મહત્તમ કરો જ્યારે ચાલુ હોય ત્યારે તમારા પર્સનલ હૉટસ્પૉટ સાથે કનેક્ટેડ ડિવાઇસનું પર્ફૉર્મન્સ ઘટાડી શકે છે.
જ્યારે તમે તમારા iPhoneથી પર્સનલ હૉટસ્પૉટ શેર કરો છો ત્યારે તે ઇંટરનેટ કનેક્શન માટે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરે છે. તમારા મોબાઇલ ડેટા નેટવર્કના ઉપયોગ પર નજર રાખવા માટે સેટિંગ્સ > મોબાઇલ સર્વિસ પર જાઓ. જુઓ : iPhone પર મોબાઇલ ડેટા સેટિંગ્સ જુઓ અથવા બદલો.
જો તમે ફેમિલી શેરિંગનો ઉપયોગ કરો છો તો તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય સાથે તમારું પર્સનલ હૉટસ્પૉટ શેર કરી શકો છો. જુઓ : ફેમિલી શેરિંગ સેટ અપ કરો.